Tag Archives: સૂરાહ નાસ

સૂર એ નાસ

બિસ્મિલ્લા હિર રહમા નિર્રહિમ

કુલ અઉઝુ બિ રબ્બિન્નાસિ

મલિકિન્નાસિ

ઈલાહિન્નાસી

મિન શર્રીલ વસ્વાસિલ ખન્નાસિ

વલ્લઝી યુ વસ્વિસુ ફી સુદૂરીન્નાસિ

મિનલ જીન્નતી વાન્નાસ

ગુજરાતી ભાષાંતર

કહો, હું શરણ માગું છું મનુષ્યોના રબ (પ્રભુ-પાલનહાર)નું,

મનુષ્યોના સમ્રાટનું,

મનુષ્યોના સાચા ઉપાસ્ય (મઅ્બૂદ)નું,

તે વસ્વસા (ભ્રમ, શંકા-કુશંકાઓ) નાખનારની બૂરાઈથી, જે વારંવાર પાછો આવે છે,

જે લોકોના હૃદયોમાં વસ્વસા નાખે છે,

ચાહે તે જિન્નાતોમાંથી હોય કે મનુષ્યોમાંથી.